News of Wednesday, 12th June 2024
ટંકારાના લખધીરગઢ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે બીજી વખત જગદીશભાઈ પનારાની બિનહરીફ વરણી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૨: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના નાની વયના સામાજિક ક્ષેત્રે મોટુ નામ ધરાવતા બાલાજી પોલી પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનો ફેબ ના ચેરમેન અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા જગદીશભાઈ અમરશીભાઈ પનારાની બિજી વખત પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની વરણીને વ્યવસ્થાપક કમિટીના સભ્યો, લખધીરગઢ સેવા સહકારી મંડળી એ આવકારેલ છે અને હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે. જગદીશભાઈ પનારા સહકારી ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે એ માટે પુર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુલભજી દેથરીયા, મગન વડાવિયા, બ્રિજેશ મેરજા સહિતના અનેક સાધુ સંતો અને રાજકીય અગ્રણી તથા સામાજિક કાર્યકરો એ હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
