News of Wednesday, 12th June 2024
કેશોદ મુસ્લીમ સમાજમાંથી સૌ પ્રથમ યુવાન અમેરિકા મેડીકલનું ભણવા જશે

કેશોદ તા. ૧ર :.. મુસ્લીમ સમાજમાંથી સૌ પ્રથમ વખત એક યુવાન મેડીકલના અભ્યાસ માટે આગામી તા. ૧૪ ને શુક્રવારના રોજ અમેરિકા વિમાન માર્ગે જઇ રહ્યો છે.
સર્જન ડો. એચ. એન. હિગોરાનો પુત્ર જુનૈદ અત્યારે મેડીકલમાં અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ અહીંથી પણ વિશેષ મેડીકલનું જ્ઞાન મેળવવા માટે તેઓશ્રી તા. ૧૪ ના રોજ અમેરીકાની ‘‘ન્યુ પોર્ડ મેડીકલ કોલેજ ન્યુ જશ્તે ખાતે તા. ૧૪ ને શુક્રવારના રોજ જનાર છે.
સામાન્ય રીતે મુસ્લીમ સમાજમાં અભ્યાસનું પ્રમાણ બહુ ઓછુ જોવા મળે છે પરંતુ ડો. એમ. એમ. હિંગોરાનો મોટો પુત્ર ‘‘જુનૈદ'' મેડીકલમાં એક હોશિયાર વિદ્યાર્થી તરીકેની છાપ ધરાવે છે પરંતુ તેમના બે નાનાભાઇ બહેન પણ મેડીકલમાં જ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. બીજા શબ્દોદમાં કહીએ તો ડો. હિંગોરાના ત્રણે બાળકો ડોકટર બનવા માટે જઇ રહ્યા છે જે આ વિસ્તાર માટે એક નવી જ હકિકત છે.
ડો. હિગોરા સ્થાનિક કેશોદ તેમજ આ પંથકમાં એક શાન્ત સરળ અને ભાવનાશીલ ડોકટર તરીકેની છાપ ધરાવે છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
