News of Thursday, 13th June 2024
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ ધોધમાર વરસાદની રાહ
વાદળા છવાય છે પરંતુ હળવો-ભારે છુટક વરસાદ વરસી જાય છેઃ હવે સાર્વત્રિક વાવણીલાયક વરસાદની જરૂર

રાજકોટ તા.૧૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ અસહય ઉકળાટ યથાવત છે. આવા વાતાવરણના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. આખો દિવસ મિશ્ર વાતાવરણ બરકરાર રહે છે.
હવે સોૈ કોઇ ધોધમાર વરસાદની રાહ જોઇ રહયા છે. વાદળા છવાય જાય છે. પરંતુ હળવો-ભારે છુટક વરસાદ વરસી જાય છે. હવે સાર્વત્રિક વાવણી લાયક વરસાદની જરૂર છે.
ભાવનગર
(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રિ મોન્સુન એકટીવિટીના ભાગરૂપે વરસાદ પડવાની આગાહી વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી ધૂપછાંવનું વાતાવરણ રહ્યું હતુ. હજી આગામી બે દિવસ સુધી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.ભાવનગર શહેર અને જિલ્લાના લોકો મેઘરાજાની રાહમાં છે.
ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી રહ્યું હતું .જ્યારે લઘુતમ તાપમાન ૨૯.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ ૩૦ કિમી ની ઝડપે રહી હતી. બફારો વધુ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો હવે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.પ, મહત્તમ તાપમાન ૩૬.પ, ભેજનું પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ ૧૩.૮ કિ.મી. રહી હતી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
