<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

વરસાદ માટે હજુ વધુ એક અઠવાડીયાની રાહ જોવી પડશે?

(મહમદ રાઠોડ દ્વારાઃ)વાંકાનેર તા. ૧૩ ચોમાસાની શરૂઆત તો ચોમાસા પૂર્વે ના વાવાઝોડા  ને પગલે ઝડપથી થઇ પરંતુ ચોમાસુ દ. ગુજરાત ને ટચ કર્યા બાદ જાણે થંભી ગયું હોય તેવું સ્‍પષ્‍ટ જોવા મળી રહ્યું છે.

આઇ એમડી ના લોંગ ટાઇમ ફોરકાસ્‍ટ મેપ્‍સમાં છેક આગામી વીસમી જુન આસપાસ ગુજરાતમાં હળવા વરસાદી માહોલનું ચિત્રાંકન જોવા મળે છે. અર્થાત હજુ એક સપ્તાહ સુધી વરસાદ ની રાહ જોવી રહી. જોકે આજ સવારથી આભમાં વાદળો ની આવા જાહી તથા પવનની ગતિને કારણે અસહ્ય જેવી ગરમી થી થોડી રાહત જોવા મળે છે. આગામી ૧૭ જુને મુસ્‍લિમ સમુદાયમાં ઇદ નું પર્વ અને બીજા દિવસે ૧૮ જુને ભીમ અગીયારસ આવે છે. આ સમયે વરસાદી છાંટણા ની આશા હોય છે.

(12:01 PM IST)