<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ગારીડામાં પરિણીતાને કૌટુંબીક ભત્રીજાએ છેડતી કરી, પ્રતિકાર થતાં માર મારી લૂંગીથી ફાંસો દીધો

ચોટીલાથી બાળકો માટે ચોપડા લઇને આવતી હતી ત્‍યારે ગામની સીમમાં આંતરી : બૂમામૂબ સાંભળી બે બાળકો નજીકથી દોડી આવ્‍યા બાદ તેમના દાદીને બોલાવી લાવતાં ઢગો ભાગી ગયોઃ પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી

રાજકોટ તા. ૧૩: બામણબોર નજીકના ગારીડા ગામે રહેતી ૨૮ વર્ષની પરિણીતા ગઇકાલે બપોરે ચોટીલાથી પોતાના બે બાળકો માટે અભ્‍યાસના ચોપડા સહિતની ચીજવસ્‍તુ ખરીદીને ગામમાં આવી રહી હતી ત્‍યારે સીમમાંથી પગપાળા પસાર થતી વખતે વોંકળામાં છુપાઇને બેઠેલા તેના કોટુંબીક ભત્રીજાએ તેણીને આંતરી નજર બગાડી છેડછાડ કરતાં આ પરિણીતાએ પ્રતિકાર કરતાં તેણે તેણીને બેફામ ધોલધપાટ કરી હતી અને લુંગીથી ગળાફાંસો આપી મોઢે પગ મુકી દીધો હતો. દેકારો થતાં નજીકમાંથી બાળકો દોડી આવતાં અને તે પોતાના દાદીને બોલાવી લાવતાં ઢગો ભાગી ગયો હતો.

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી પરિણીતાએ જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં બે બાળકો છે. આ બંનેને આજે હોસ્‍ટેલમાં ભણવા મોકલવાના હોઇ હું ચોટીલા ચોપડા, બેગ લેવા ગઇ હતી. ત્‍યાંથી પરત આવતી હતી ત્‍યારે ગામની સીમમાં કોૈટુંબીક ભત્રીજાએ મને પકડી હતી અને બળજબરીનો પ્રયાસ કર્યો હતો. મેં તેનો પ્રતિકાર કરતાં મને મારકુટ કરી હતી અને લુંગીથી ફાંસો દઇ મોઢા પર પગ મુકી દીધો હતો.

મેં દેકારો મચાવતાં નજીકમાંથી બે છોકરા દોડી આવ્‍યા હતાં. તે દ્રશ્‍ય જોઇને જતાં રહ્યા બાદ તુરત તેના દાદીને લઇને પાછા આવતાં ભત્રીજો ભાગી ગયો હતો. મને મોઢા પર ઇજાઓ થઇ હોઇ અને ગળામાં દુઃખાવો થતો હોઇ કુવાડવા સારવાર લઇ રાજકોટ દાખલ થઇ હતી. તેમ વધુમાં તેણીએ જણાવતાં એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:53 AM IST)