<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ભાવનગરમાં યુવાનની હત્‍યામાં સામેલ ત્રણ આરોપી ઝડપાયાઃ મૃતકે આરોપીની પત્‍નીને મેસેજ કરતા હુમલો કર્યો‘તો

ભાવનગર,તા. ૧૩: ભાવનગર સેના ખેડૂતવાસમાં રહેતા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી નામના યુવાન પર ઉપર ઘોઘાસર્કલ પાસે છરી વડે હુમલો કરી મોત નીપજાવનાર ત્રણ આરોપીઓ સુનિલ ઉર્ફે ગોપો ગોવિંદભાઈ બારૈયા, આકાશ ઉર્ફે ભીમો રવજીભાઈ ગોહેલ અને સાજન (રહે. તમામ કરચલીયાપરા, અગરિયાવાડ, ભાવનગર)ને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા છે. આ ગુનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કર્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્‍યા છે, જ્‍યારે અન્‍ય એક આરોપીને મોડી રાત્રિના ઝડપી લેવામાં આવ્‍યો હોવાનું ઘોઘારોડ પોલીસ અધિકારીએ જણાવ્‍યું છે.

મળતક યુવાન એ આરોપી સાજનની પત્‍નીને વોટસએપ પર મેસેજ કર્યો હતો. તેની દાજ રાખી  યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. આ બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

(12:18 PM IST)