<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

સાવરકુંડલામાં ક્રિકેટના નવા અધ્‍યાયનો પ્રારંભ

સાવરકુંડલાના ભૂવા રોડ ઉપર બોક્‍સ ક્રિકેટ ની શરૂઆત કરવામાં આવી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૩:  સાવરકુંડલા શહેરમાં ક્રિકેટના નવા અધ્‍યાય નો પ્રારંભ થયો છે જેમાં શહેરમાં સૌ પ્રથમ વખત જ ભુવા રોડ પર આવેલી સિગ્‍મા સ્‍કૂલ ઓફ સાયન્‍સ ની સામે રૂપેશભાઈ વેકરીયા અને ઝીલભાઈ પટેલ દ્વારા બોક્‍સ ક્રિકેટ નો પ્રારંભ સતી આઇ સ્‍પોર્ટસ અર્ણા ના નામ થી કરવામાં આવ્‍યો છે જેનું ઉદ્ધાટન સાવરકુંડલા- લીલીયા ના માનનીય ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાળા હસ્‍તે કરવામાં આવ્‍યું હતું જ્‍યારે અતિથિ વિશેષ પદે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા ઉપસ્‍થિત રહ્યા હતા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, કારોબારી સમિતિ ચેરમેન અશોકભાઈ ચૌહાણ, સેનીટેશન સમિતિ ચેરમેન હેમાંગભાઈ ગઢિયા, શહેર ભાજપ ઙ્કમુખ ઙ્કવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ ઙ્કમુખ જીવનભાઈ વેકરીયા સહિત સામાજિક , રાજકિય આગેવાનો અને ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા સાવરકુંડલા શહેરમાં બોક્ષ ક્રિકેટનો પ્રારંભ કરવામાં સાવરકુંડલા પાલીકા ના ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી દ્વારા આયોજકોને પ્રેરણા અને પ્રોત્‍સાહન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

(1:40 PM IST)