<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અર્જુનભાઇ મોઢવાડીયાને અપમાનિત કરતો વીડિયો વાઇરલ

પોરબંદર હિતરક્ષક સમિતીના વ્‍હોટસએપ ગ્રુપના એડમીન રાજુ હરદાસ ઓડેદરા સામે ગુન્‍હો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩: ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાને અપમાનિત કરતો વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાઇરલ થતાં પોલીસે આ બાબતે તપાસ કરીને પોરબંદર હિતરક્ષક સમિતી નામના વ્‍હોટસએપ ગ્રુપના એડમીન રાજુ હરદાસ ઓડેદરા સામે ગુન્‍હો નોંધ્‍યો છે.

પોરબંદર હિતરક્ષક સમિતી નામના વોટસએપ ગ્રુપમાં ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયાને અપમાનિત કરતો અને ખોટી  ટીપ્‍પણી કરતો વિડીયો વાઇરલ થતાં પોલીસે હિતરક્ષક સમિતી વોટસએપ ગ્રુપના એડમીન રાજુ હરદાસ ઓડેદરા સામે ગુન્‍હો નોંધ્‍યો છે. તાજેતરમાં વિધાનસભાની પેટા ચુંટણીમાં ઐતહાસિક જંગી બહુમતીથી વિજયી થયેલા ભાજપના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા વિશે મન ફાવે તેવા શબ્‍દો સાથે અર્જુનભાઇની ખોટી ટીપ્‍પણી કરીને તેમને અપમાનિત કરતો વિડીયો વાઇરલ થતાં પોલીસે તપાસ  હાથધરીને કાર્યવાહી કરી છે.

કમલાબાગ પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. આર.ડી. નિનામાએ વધુ તપાસ હાથ ધરાઇ છે.

(2:02 PM IST)