<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ગોંડલ-તાલુકામાં અન્‍યાય થશે તો હું ઉભો રહીશ : રાજુભાઇ સોલંકી

પ્રતિકાર સંમેલનમાં મુખ્‍ય ૪ માંગ કરાઇ : હજારોની સંખ્‍યામાં દલિતો જોડાયા : ધારાસભ્‍ય પુત્ર સામે આક્રોશ

ગોંડલમાં પ્રતિકાર સંમેલનમાં ઉપસ્‍થિત આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

 ગોંડલ, તા. તા.૧૩ : જુનાગઢ થી  ગુજરાત અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરી ગોંડલ પંહોચી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમા વકતાઓ એ મુખ્‍યત્‍વે પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજાને આડે હાથ લઈ તેની દબંગગીરીને પડકારી હતી. બાઇક રેલી અને સંમેલન માં જુનાગઢ, કેશોદ, જેતપુર, ધોરાજી સહિત સૌરાષ્‍ટ્ર ભર માંથી અનુ.જાતિનાં યુવાનો ઉમટી પડ્‍યા હતા.

 મુખ્‍ય સ્‍ટેજ પરથી જિલ્લા અનુ જાતિ મહામંત્રી દેવદાનભાઈ મુછડીયા દ્વારા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્‍પેશ ઢોલરીયાની ઓડિયો ક્‍લિપ બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્‍યું હતું કે પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે બાદમાં ક્રમશઃ મેઘવાળ સમાજના આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠીયા, નિખીલભાઈ ચૌહાણ, નવચેતનભાઇ સોલંકી, અશોકભાઈ સિંધવ, જયંતીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, અશોકભાઈ લીલાધર, યોગેશભાઈ ભાષા અને મનસુખભાઈ રાઠોડ રામોદ સહિતનાઓ દ્વારા વક્‍તવ્‍ય આપવામાં આવ્‍યું હતું.

  રાજુભાઈ સોલંકી કહ્યું કે, ગોંડલ શહેર અને તાલુકાના કોઈપણ જગ્‍યાએ અન્‍યાય થશે તો તેઓ જરૂરથી હાજર રહેશે આ ઉપરાંત રાજુભાઈ સોલંકી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે તો હું આ કેસમાં સમાધાન કરી લઈશ.

 એક તરફ દલિત સમાજ દ્વારા જુનાગઢ થી બાઇક કરેલી યોજના ગોંડલમાં દબદબાભેર સભા સંબોધવામાં આવી હતી તેની સામે અગાઉથી જાહેરાત કરાયા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, નાની મોટી બજાર, જેલ ચોક, કડીયાલાઈન સહિતના વિસ્‍તારો ધંધા રોજગારો સ્‍વયંભૂ બંધ રહ્યા હતા. દલિત સમાજના આગેવાનોએ   કહ્યું  કે આ કેસમાં હજુ અમારી વધુ ચાર માંગ છે જેમાં મૂળ એફઆઈઆર માં ગુજસીટોક  નો ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં ૧૨૦ બી ની કલમ ઉમેરવી, સ્‍પેશિયલ પીપી ની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્‍ટ ટ્રેક માં લઇ છ મહિના કે વર્ષ માં કેસ ચલાવી દેવો. વધુમાં દલિત સમાજ વિરુદ્ધ વિડિયો ક્‍લિપ માં બોલનાર સિધ્‍ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્‍યા ન હોય તે તુરંત લેવા માંગ કરવામાં આવી હતી.

રેલી અને સંમેલન નાં પગલે ગણેશનાં સમર્થનમાં સવારથી જ માર્કેટ યાર્ડ, નાની મોટીબજાર, કડીયાલાઇન, કોલેજ ચોક, જેલચોક સહિત બંધ રહ્યા હતા.ઉપરાંત તાલુકાનાં મુખ્‍યત્‍વે ગામડાઓ બંધ રહ્યા હતા. કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે શહેરભર માં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હતો.જયરાજસિંહ જાડેજાનું જ્‍યા નિવાસસ્‍થાન આવ્‍યુ છે તે કોલેજ ચોક થી આશાપુરા અંડરબ્રિજ સુધી નાં માર્ગને વાહનવ્‍યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

(1:58 PM IST)