News of Thursday, 13th June 2024
મોરબીના બેલા ગામની સીમમાં ફેકટરીના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા સગીરાનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના બેલા (રંગપર)ગામની સીમમાં ફેકટરીમાં મોટા ભાઈ ને જમવા માટે બોલાવવા ગયેલી સગીરાના માથાના વાળ કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ૧૫ વર્ષીય સગીરાનું કરુણ મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પીપળી જેતપર રોડ પર આવેલ શિવાય કોલ કોર્પોરેશન કારખાનામાં કામ કરતા રવિભાઈ આદિવાસી નામના યુવાને પોલીસ મથકમાં જાણ કરી હતી કે તેની નાની બહેન રંગિતા કીલારીયા જમરે (ઉ.વ.૧૫) વાળી શિવાય કોલ કોર્પોરેશન કારખાનામાં ગત તા. ૦૯ ના રોજ રવિભાઈને જમવા માટે બોલાવવા ગઈ હતી ત્યારે પરત આવતી વખતે રંગિતાના માથાના વાળ કન્વેયર બેલ્ટના મશીનમાં સલવાઈ જતા મોટર મશીનની લોખંડ પુલી માથાના પાછળના ભાગે લાગતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સગીરાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
