<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં નવા સત્રનો ધમાકેદાર પ્રારંભ, નવતર પ્રયોગથી બાળકો ખુશખુશાલ થયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું છે અને આજથી નવા સત્રનો પ્રારંભ થયો છે બાળકો આજે શાળાએ પહોંચ્યા હતા ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવતર પ્રયોગ કરાયો હતો જેમાં સ્કૂલના પ્રથમ દિવસે નવયુગના તમામ યુનિટમાં અલગ અંદાજથી ઉજવણી કરવામાં આવી હતી

   વિદ્યાર્થીઓનું સ્વાગત એર કેરેકટરે અભિવાદન જીલી, હાથ મિલાવીને કર્યું. ઘોડા ગાડી દ્વારા સફર કરાવતા તેમને પ્રવેશ દ્વાર સુધી પહોંચાડ્યા, તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બનાવેલ સ્વંમિંગ પુલમાં પાણીના ફુવારા અને રાઈડ્સ દ્વારા મોજ માણી હતી.આપણી પરંપરાને કેમ ભુલાય દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક, ગોળ, ધાણા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પોતે આજે માં સરસ્વતીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી પ્રથમ દિવસથી શરૂ થતાં નવુ વર્ષ મંગલમય રહે તેવી અભિલાષા વ્યકત કરી હતી.


 

(11:43 PM IST)