News of Friday, 14th June 2024
ભાવનગરમાં ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારનાર ૩ની શોધખોળ
જુની અદાવતમાં ૨ સગાભાઇએ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર હુમલો કરતા કુલદિપસિંહનું મોત થયુ'તું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી બે માળિયા પાસે ગઈકાલે ફાયરિંગનો બનાવ બનત પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બે સગા ભાઈ ઉપર ફાયરિંગ થતા એકનું મોત નિપજ્યું છે અને એકને હોસ્પિટલ ખસેડાયેલ છે. આજે સવાર સુધી આરોપીઓ ઝડપાયા ન હોવાનું પોલીસે જણાવ્ય હતું.
શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં વડલા વાળી શેરીમાં રહેતા બે સગા ભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉ.વ.૨૫ અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉ.વ. ૨૭ ઉપર ફાયરિંગ કરી ત્રણ આરોપીઓ નાસી છૂટયા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નું મોત નિપજ્યું છે. જ્યારે ઋતુરાજસિંહને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
આ ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું છે અને બનાવ સ્થળ પરથી કાર્ટીસ મળી આવી છે.
આ બનાવ અંગે મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મહિપતસિંહ મહાવીરસિંહ ઝાલા એ રાજુ બાબુ વેગડ, રાહુલ કમલેશ મકવાણા અને યસ ઉર્ફ બાલા ભાવેશ
અલાણી નામના ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મરનાર યુવાન સાથે આરોપીઓને ઝઘડો થયો હતો જેની દાઝ રાખી ગઈકાલે તિક્ષ્ણ હથિયાર હુમલો અને ફાયરિંગ કર્યું હતું. મરનાર અને આરોપીઓ એક જ વિસ્તારમાં રહેછે.
દરમિયાન પોલીસે હત્યારાઓને ઝડપી લેવા એલસીબીની ત્રણ, એસઓજીની એક અને નિલમબાગ પોલીસની એક વળી કુલ પાંચ ટીમ બનાવી છે. આજે સવાર સુધી આ બનાવનાર આરોપીઓ ઝડપાયા ન હોવાનું નીલમબાગ પોલીસ સ્ટેશનના ફરજ પરના પી.એસ.ઓ.એ જણાવ્યું હતું. ફાયરિંગ અને ખુનનો આ બનાવ ટોક ઓફ ટાઉન બની ગયો છે.(
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
