News of Friday, 14th June 2024
ઉપલેટામાં પાલિકા-મામલતદાર તંત્ર દ્વારા ફાયર સેફટી મુદે ૭૮ એકમોને નોટીસ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૪ :.. મામલતદાર મહેશકુમાર ધનવાણીએ રાજકોટ ગેમઝોનની ગંભીર ઘટના બાદ અધિકારી કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી પોતે સાથે રહી પેટ્રોલ પંપ હોટલ રેસ્ટોરન્ટ હાઇરાઇઝ બિલ્ડીંગો શાળા કોલેજ ટયુશન કલાસીસ વિગેરે જગ્યાઓ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.
એકસ્પોઝીવ લાયસન્સ ચાર શોપીંગ લાઇસન્સ શોપીંગ મોલ, હોટલ રેસ્ટોરન્ટ ૧૯ પેટ્રોલ પંપ ૧પ હોસ્પિટલો ૧ર શાળા કોલેજ ટયુશન કલાસ સહિત ૬૬ એકમોને ફાયર ઓફીસર દ્વારા નોટીસ ફટકારેલ છે. પાલિકા દ્વારા પણ ત્રણ હોસ્પિટલ, બે સ્કુલ કોમ્યુનિટી હોલ ટાઉન હોલ સહિત ૧ર એકમોને નોટીસ ફટકારેલ છે. (તસ્વીર : ભોલુ રાઠોડ -ઉપલેટા)
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
