<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જુનાગઢના રામદેપરામાં હત્‍યાના આરોપીને હથિયાર સાથે ઝડપી લેતી એ-ડિવીઝન પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૪: જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કરની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં પોલીસે દરોડો પાડયો હતો.

એ- ડિવીઝન પો.સ્‍ટે. વિસ્‍તારમાં માર્કેટ રોડ, રામદેપરા ખાતે તા.૦૯/૦૬/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા અગ્‍યારેક વાગ્‍યાના અરશામાં પૈસાની લેતી-દેતી બાબતે ખુન થયેલ છે. આ ગુન્‍હામાં દેવ ઉર્ફે લેન્‍ડી કલ્‍યાણજી રામચંદભાઇ ચોૈહાણ રહે.જુનાગઢ, દોલતપરા, હુશેની ચોકની ખુન કરવા ઉપયોગ કરેલ છરી સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી એ ડીવી.પો.સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.બી.બી. કોળી તથા સેકેન્‍ડ પો.ઇન્‍સ.એમ.સી. પટેલ, પો.સ.ઇ. ઓ.આઇ.સીદી, એ.એસ.આઇ. સરતાજ સાંઘ, પો.હેડકોન્‍સ.કિરણ રાઠોડ, પો.કોન્‍સ.રામભાઇ ચાવડા, સાજીદખાન બેલીમ, જુવાન લાખણોત્રા નરેન્‍દ્ર બાલસ, વિક્રમ છેલાણા તથા ભરત ઓડેદરા નિલેષ રાતીયા, જીજ્ઞેશ શુકલાએ કરેલ છે

(1:39 PM IST)