News of Friday, 14th June 2024
પાલીતાણા- સિહોર પંથકમાં વરસાદ : ભાવનગરમાં આકરી ગરમી
ભાવનગર શહેરમાં બપોરે તીવ્ર ગરમી પડી, સાંજે ભારે પવન ફૂંકાયો અને ધૂળની ડમરીઓ ઉડી

ભાવનગર જિલ્લાના પાલીતાણા અને સિહોર પંથકમાં આજે સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર શહેરમાં દિવ ભર તીવ્ર ગરમી બાદ મોડી સાંજે ભારે પવન અને વંટોળિયો ફૂંકાયો હતો.
ગોહિલવાડ પંથક ખેડૂતો અને લોકો હવે મેઘરાજા મહેરબાન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન આજે સાંજે જિલ્લાના પાલીતાણામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જ્યારે શિહોર અને આજુબાજુના ગામોમાં પણ સાંજે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં બપોરે તીવ્ર ગરમી પડી હતી. જ્યારે સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 39.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 32 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
