News of Saturday, 15th June 2024
પોરબંદર કિર્તી મંદિરે પુષ્પાંજલિ અર્પણ કરતા ડો. માંડવિયા

કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી તેમજ પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત પોરબંદર ખાતે પધારતા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કીર્તિ મંદિર ખાતે પૂજય બાપુને શ્રાદ્ધ સુમન અર્પણ કર્યા હતા. તથા કીર્તિ મંદિરની મુલાકાત પોથીમાં નોંધ કરી હતી. તેમજ ત્યારબાદ તેઓએ સુદામા મંદિરની મુલાકાત લીધી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, કલેકટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણીશ્રી પ્રદીપભાઈ ખીમાણી, કિરીટ મોઢવાડિયા, અશોક મોઢા, રામદેવભાઈ મોઢવાડિયા, પંકજ મજીઠીયા સહિત સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કિર્તી મંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવા આવેલ ડો. મનસુખભાઇની તસ્વીરો. (તસ્વીર : પરેશ પારેખ, પોરબંદર)
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
