તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૪, શનિવાર
News of Sunday, 16th June 2024
પોરબંદરમાં આજે ૧૦ વાગ્યા સુધીમાં વરસાદી માહોલમાં મેધમહેરઃ ૪ ઇંચ વરસાદ પડ્યોઃ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ ર ઈંચથી વધુ વરસાદ ખાબકયો
પોરબંદરમાં 66 મીમી જ્યારે રાણાવાવમાં 36 વરસાદ નોંધાયો

પોરબંદર આજે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે ભચાઉમાં 5 મીમી, જામજોધપુરમાં 2 મીમી, માણાવદરમાં 3 મીમી અને વલસાડમાં 4 મીમી વરસાદ પડ્યો છે.
મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે આજે સવારથી સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને જુનાગઢમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ પોરબંદરમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે જાણો સવારે 6 થી 10 વાગ્યામાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.
આજે સવારથી પોરબંદરમાં વરસાદી માહોલ છે. 10 વાગ્યા સુધીમાં પોરબંદરમાં કુલ 4 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. પોરબંદરમાં 66 મીમી જ્યારે રાણાવાવમાં 36 વરસાદ નોંધાયો છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
આજે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે ભચાઉમાં 5 મીમી, જામજોધપુરમાં 2 મીમી, માણાવદરમાં 3 મીમી અને વલસાડમાં 4 મીમી વરસાદ પડ્યો છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
