તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Sunday, 16th June 2024
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : 4 કલાકમાં અનરાધાર 7.5 ઇંચ વરસાદ:સર્વત્ર જળબંબાકાર
જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહી : વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.
ભારે વરસાદના કારણે જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
