તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 16th June 2024
કચ્છમાં ચોમાસાનું આગમન; ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભુજ : હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. આજે કચ્છના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે ભુજ, મુન્દ્રા અને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભુજના કુકમા, પધ્ધર અને કોટડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે, જ્યારે માંડવીના બિદડા, નાની ખાખરા અને મોટા ભાડિયા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે જ આજે મુન્દ્રાના ભુજપુર, રામાણીયા અને ફરાદી સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
