<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ખંભાળીયા - ભાવનગર - અમરેલી પંથકમાં વરસાદને કારણે ૩૪ ગામોમાં અંધારપટ

ફીડરો બંધ થઇ ગયા : ૧૨ થાંભલા પડી ગયા : મોડી રાત્રે તમામ સ્‍થળે વીજળી પૂર્વવત

રાજકોટ : ગઈ કાલે જામનગરના ખંભાળિયામાં આવેલ ભારે વરસાદને કારણે તેમજ અન્‍ય વિસ્‍તારમાં આવેલ વરસાદને કારણે કુલ ૨૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ.  ૭ જેજીવાય ફીડર અને ૨૮ ખેતીવાડી ફીડર માં પુરવઠા ને અસર થયેલ. જેને રાત સુધીમાં જ પીજીવિસીએલની ટેકનિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપેલ.

ભાવનગર જિલ્લામાં આવેલ વરસાદને કારણે કુલ ૪ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ અને ૧૨ પોલનું નુકશાન થયેલ. ૨ જેજીવાય ફીડર અને ૧૦ ખેતીવાડી ફીડરમાં પુરવઠાને અસર થયેલ. રાત સુધીમાં જ ટેકનિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપેલ.  જ્‍યારે અમરેલી જિલ્લામાં વરસાદને કારણે કુલ ૭ ગામોમાં વીજ પુરવઠાને અસર થયેલ. ૧ જેજીવાય ફીડર માં પુરવઠા ને અસર થયેલ. જેને પણ રાત સુધીમાં જ ટેકનિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપેલ.

(12:32 PM IST)