હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
ઓઝત-2 ડેમ માંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો : ખેડૂતની ધરપકડ : ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
નાની મોણપરીના ખેડૂતની શંકાને આધારે ધરપકડ : જમીનના છેડા પરથી સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન મળ્યા:અન્ય સ્થળે કરંટ આપી સિંહની હત્યા કરી મૃતદેહને ખેતરમાં નાખી ગયા હોવાની શંકા

જૂનાગઢ: ઓઝત-2 ડેમ માંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. કરંટ આપી સિંહની હત્યા કરાયા હોવાની શંકા છે. નાની મોણપરીના ખેડૂતની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ખેડૂતનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘંટીયાણની સીમમાં ડેમના કાંઠે ખેડૂતની જમીન આવેલી છે. જમીનના છેડા પરથી સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન મળ્યા છે. અન્ય સ્થળે કરંટ આપી સિંહની હત્યા કરી મૃતદેહને ખેતરમાં નાખી ગયા હોવાની શંકા છે. મુખ્ય આરોપી સહિતના લોકોને પકડવા વનવિભાગની કવાયત હાથ ધરાઇ છે. મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલાયો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
