<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જામનગરના અલીયાબાડામાં દોઢ, મોટી બાણુગાર - પડાણામાં ૧ ઇંચ વરસાદ

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ સાથે હળવો - ભારે વરસાદ વરસ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ : જામનગર અને જિલ્લામાં ગઇકાલે હળવો - ભારે વરસાદ પડયો હતો.

જેમાં જામનગરના અલીયાબાડામાં દોઢ ઇંચ, મોટી બાણુગાર અને પડાણામાં ૧ ઇંચ તથા હરીપર, વસઇમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જ્‍યારે ભણગોર, મોડપર, લાખાબાવળ, ફલ્લા, દરેડ, જામવાડી, પીપરટોડામાં ઝાપટા પડયા છે.

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન ૨૮.૫, મહત્તમ તાપમાન ૩૬.૪, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતિ ૮.૭ કિ.મી. રહી હતી.

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ કાલે છવાયો હતો. બપોર બાદ સમી સાંજે ભારે બપોરે વચ્‍ચે વરસાદનું આગમન થયું હતું. જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિતના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:47 PM IST)