<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

ભાવનગરના ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ ; શેત્રુંજી નદીમાં નવા નીરની આવક

પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપર, સૂરનગર, ચોમલ માનગઢ, વેળાવદર, વીરડી, મોરબા નવાગામ,લુવારા, ખોડવદરી, રતનવાવ,પરવડી, સહિતના વિસ્તારમાં વરસાદ

ભાવનગર જિલ્લાના ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારના પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપર, સૂરનગર, ચોમલ માનગઢ, વેળાવદર, વીરડી, મોરબા નવાગામ,લુવારા, ખોડવદરી, રતનવાવ,પરવડી, સહિતના વિસ્તારમાં મેઘાએ પધરામણી કરી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે, ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે

(6:47 PM IST)