News of Monday, 17th June 2024
વેરાવળ-સુત્રાપાડા રોડ ઉપર ટ્રકે પરિવારને અડફેટે લેતા પિતા અને 7 વર્ષના પુત્રનું કમકમાટીભર્યું મોત
લાટી ગામના પાટિયા પાસે પહોંચતા રોડની સાઈડમાં એક્ટીવા રાખી ઉભા હતા ત્યારૅ ટ્રકે અડફેટે લીધા

વેરાવળ-સુત્રાપાડા રોડ ઉપર કાળમુખા ટ્રકે રોડની સાઇડ ઉભેલા એક પરિવારને અડફેટે લેતા પિતા અને સાત વર્ષના પુત્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે માતા અને બે પુત્રીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી
.આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર સુત્રાપાડા ખાતે રહેતા રમેશભાઈ જેઠાભાઈ રાઠોડ પોતાની એક્ટીવા પર પત્ની તથા ત્રણ બાળકો સાથે મીઠાપુર ગામ પાસે શિતળા માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં અને લાટી ગામના પાટિયા પાસે પહોંચતા રોડની સાઈડમાં એક્ટીવા ઉભી રાખી ઉભા હતા. એ દરમિયાન ટ્રક રજી.નં GJ.10 TT. 3713ના ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રમેશભાઈને તથા તેના પરિવારને અડફેટે લીધો હતો
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
