<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કચ્‍છના રતનાલ ગામે હોટલની આડમાં વેંચાતું ૭.૫૯ લાખનું કેફી દ્રવ્‍ય જપ્‍ત

દારૂ બાદ હવે હાઈવે હોટલો ઉપર કેફી દ્રવ્‍યો છૂટથી મળતાં થતાં ચકચાર

 (વિનોદ ગાલ દ્વારા)ભુજ,તા. ૧૮: ભુજ અંજાર હાઇવે ઉપર રતનાલ ગામે પોલીસે ૭.૫૯ લાખનો પોષ ડેડાનો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો. મેલડી માતા ના મંદિર પાસે રામદેવ હોટેલ ચલાવતાં રામારામ મુલારામ ચૌધરી ઉપર પોલીસે દરોડો પાડતા હોટેલ પાસે ઉભેલ ટ્રક માથી પોલીસે અંદાજીત ૫૭ કિલો પોષ ડેડા નો પાઉડર કિંમત રૂ. ૭,૫૯,૪૩૫ ઝડપી પાડ્‍યો હતો. અહીં ભાડેથી હોટેલ ચલાવતાં રામારામે આ કેફી દ્રવ્‍ય નો જથ્‍થો બાડમેર થી મંગાવ્‍યો હોવાનું ખુલતાં પોલીસે એ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. કચ્‍છ ની હાઈવે હોટલો ઉપર દારૂ બાદ હવે ચરસ ગાંજા ઉપરાંત પોષ ડેડા જેવા કેફી દ્રવ્‍યો નું વેચાણ વધ્‍યું છે.

(10:20 AM IST)