News of Tuesday, 18th June 2024
કચ્છમાં ડ્રગ્સનો દરિયોઃ ૩ દિ'માં અ...ધ...ધ...૪૦.પ૦ કરોડના ૮૧ પેકેટ જપ્ત
ગુજરાત રાજયને ‘‘ઉડતા ગુજરાત'' બનાવવાનો પ્રયાસ કરનારા દેશદ્રોહી ગદારો કોણ? પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮: કચ્છમાં છેલ્લા ૩ દિવસમાં ૪૦ કરોડના ૮૧ ડ્રગ્સના પેકેટ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે રાજયને ‘‘ઉડતા ગુજરાત'' બનાવવાનો પ્રયાસ કરનારા દેશદ્રોહી ગદારો કોણ? તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર સાહેબનાઓ દ્વારા આપેલ સુચના મુજબ કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઇ અને જમીની સરહદ ધરાવતો જિલ્લો હોય અને ડ્રગ્સ માફિયાઓ દ્વારા કચ્છ (ગુજરાત) દરિયાઇ માર્ગનો નાર્કોટિક.સના ઇલીગલ કન્સાઇન્ેમેન્ટ પહોંચાડવા માટે ઉપયોગ થતો હોવાની શકયતા હોય, જેથી નાર્કોટિકસ જેવા દૂષણને જળમુળથી દૂર કરી યુવાનોને નશાની લતથી દુર રાખી સમાજને પાયમાલ થતાં અટકાવવા માટે અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરવા તેમજ સરકારશ્રીની નાર્કોશ્રટિકસની ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવાની ઝુંબેશને સફળ બનાવવા માટે પ્રજાના હિતમાં નાર્કોટિકસની ગેરકાયદેસર હેરફેર, સેવન, કબ્જો તથા યેનકેન રીતે મદદગારી કરતાં ઇસમો વિરૂધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અકિક્ષકશ્રી, પヘમિ કચ્છ-ભુજનાઓએ પヘમિ કચ્છ-જીલ્લામાં થતી નાર્કોટિકસની ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા અને ડ્રગ્સના રેકેટને તોડવા માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અસરકારક અમલીકરણ પ્લાન બનાવેલ છે.
જે અનુસંધાને પヘમિ કચ્છ-ભુજ જિલ્લાની એસ.ઓ.જી. શાખા તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનોના ઇન્ચાર્જશ્રીઓ દ્વારા તાબાના પોલીસ કર્મચારીઓ, સાગર રક્ષક દળના સભ્યો, ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો વિગેરેને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી દરિયાઇ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક સઘન કોસ્ટલ પેટ્રોલીંગ રાખવામાં આવેલ જેથી નાર્કોટિકસના ઇલીગલ કન્સાઇન્મેન્ટને દરિયાકાંઠે લેન્ડ કરવામાં ડ્રગ્સ સ્મગ્લરોને સફળતા મળેલ નહીં અને તેઓનો દેશવિરોધી મનસુબો નાકામિયાબ રહેલ અને તેઓએ નાર્કોટિકસનો અલગ-અલગ જથ્થો મધદરિયે ફેંકી દિધેલ હોય જેથી એસ.ઓ.જી. તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનો દ્વારા નીચે દર્શાવેલ પત્રક મુજબ બિનવારસુ નાર્કોશ્રટિકસ પદાર્થનો જથ્થો શોધી કાઢવામાં આવેલ અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ, પヘમિ કચ્છ-ભુજ જિલ્લા પોલીસની સતર્કતા અને હકિકતલક્ષી પેટ્રોલીંગ દરમ્યાન કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થ ચસરના પેકેટ નંગ ૮૧ જેની કુલ્લ આંતરરાષ્ટ્રીય બજાર કિ. રૂા. ૪૦,પ૦,૦૦,૦૦૦/- નો માદક પદાર્થ શોધી કાઢવામાં આવેલ છે. (૭.૧૩)
કયાંથી કેટલો જથ્થો ઝડપાયો
છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન પ. કચ્છ-ભુજ જિલ્લામાં બિનવારસુ શોધભાયેલ નાર્કોટિકસ પદાર્થની વિગત નીચે મુજબ છે.
પોલીસ સ્ટેશન અને પકડાયેલ નાર્કોટિકસનો પકડનાર એજન્સીની
શોધ્યા તારીખ પ્રકાર અને પેકેટની સંખ્યા વિગત
જખૌ મરીન પો. સ્ટે. ચરસના પેકેટ નંગ ૧૦ જખૌ મરીન પોલીસ
તા. ૧પ/૦૬/ર૦ર૪
જખૌ મરીન પો. સ્ટે. ચરસના પેકેટ નંગ ૧૦ જખૌ મરીન પોલીસ
તા. ૧૬/૦૯૬/ર૦ર૪
ના. સરોવર પો.સ્ટે. ચરસના પેકેટ નંગ ૦૧ ના. સરોવર પોલીસ
તા. ૧૬/૦૬/ર૦ર૪
જખૌ પો. સ્ટે. ચરસના પેકેટ નંગ ૧૦ જખૌ પોલીસ
તા. ૧૭/૦૬/ર૦ર૪
જખૌ મરીન પો. સ્ટે. ચરસના પેકેટ નંગ ૧૦ જખાસ્ મરીન પોલીસ
તા. ૧૭/૦૬/ર૦ર૪
માંડવી સીટી પો.સ્ટે. ચરસના પેકેટ નંગ ૪૦ માંડવી સીટી પોલીસ
તા. ૧૭/૦૬/ર૦ર૪
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
