<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ધાકધમકી આપી યુવતી પર જૂનાગઢ તેમજ ગોંડલની અલગ અલગ હોટલમાં દુષ્‍કર્મ

નરાધમની પત્‍નીએ માર માર્યોઃ ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮: ધાકધમકી આપી યુવતી પર જૂનાગઢ તેમજ ગોંડલની અલગ અલગ હોટલમાં દુષ્‍કર્મᅠ આચરી નરાધમ અને તેની પત્‍નીએ માર માર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના ખલીલપુર રોડ વિસ્‍તારમાં રહેતી ૨૬ વર્ષની યુવતી સાથે જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર બાબા કોમ્‍પ્‍લેક્‍સના ત્રીજા માળે આવેલ સ્‍માર્ટ વેલ્‍યુ કોમ્‍પ્‍યુટરની ઓફિસમાં નોકરી કરતો અલ્‍પેશ રાણા નામના ઈસમે સંબંધ કેળવી લગ્નની લાલચ અનિલ ધાકધમકી આપી તા. ૧ ડિસેમ્‍બર થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૩ દરમિયાન યુવતી પર સ્‍માર્ટ વેલ્‍યુ કોમ્‍પ્‍યુટરની ઓફિસ તેમજ ગોંડલની અલગ અલગ હોટેલમાં બળાત્‍કાર ગુજાર્યો હતો.

તેમજ અલ્‍પેશ રાણા અને તેની પત્‍ની મીનાક્ષીએ યુવતીને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ ગઈકાલે રાત્રે યુવતીએ નોંધાવતા બી ડિવિઝન પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ આર. એમ. વાળા ચલાવી રહ્યા છે.

(10:46 AM IST)