<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ગોંડલ નગરપાલિકા વોટર વર્કસ શાખાએ ગ્રેવિટીથી વેરી તળાવનું પાણી સાત ટાંકીએ પુરા ફોર્સથી પહોંચાડયું

શહેરના દાયકાઓથી ચાર પાંચ દિવસે વિતરણ કરાતુ પાણી વોટર વર્કસ શાખાની મહેનતથી એકાંતર થવા પામ્‍યું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૮: ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીએ રાજવી કાળમાં શહેરીજનોની સુખાકારી માટે વેરી તળાવ બંધાવી સુયોગ્‍ય પાણી વિતરણ વ્‍યવસ્‍થા ગોઠવી આપી હતી પરંતુ સમયાંતરે વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાતા અને શહેરનો વ્‍યાપ અને વસ્‍તી વધતા જતા હોય પાણી વિતરણ ચારથી પાંચ દિવસ થવા લાગ્‍યું હતું જેના પરિણામે લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો હાલ વોટર વર્કર શાખાએ છેલ્લા ત્રણ મહિનાથી તનતોડ મહેનત કરી કોઈ પણ વીજ પાવરનો ઉપયોગ કર્યા વગર ગ્રેવિટીની મદદથી વેરી તળાવનું પાણી સાત ટાંકીએ પૂરા ફોર્સથી પહોંચાડી દેતા શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા એકાંતર થઈ જવા પામી છે.

ગોંડલ નગરપાલિકા વોટરવર્ક શાખાના ચેરમેન શૈલેષભાઈ રોકડ ઉર્ફે ફૌજી એ જણાવ્‍યું હતું કે તેઓ દ્વારા વોટર વર્કર શાખાના ચેરમેન ની જવાબદારી સંભાળતા જ શહેરમાં એકાંતર અડધો કલાક પાણી મળી રહે તેનું બીડું ઝડપ્‍યું હતું તે માટે ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, નગરપાલિકા ઙ્કમુખ કલ્‍પેશભાઈ ચનિયારા, કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ જાડેજા, યુવા આગેવાન ગણેશ ભાઈ જાડેજા સહિતના ઓએ સાથ સહકાર આપ્‍યો હતો, જેના પરિણામે ગોંડલના વેરી તળાવે ૭૫૦ ડાયા મીટરની ૪૦૦ ફૂટ પાઇપલાઇન ફીટ કરવામાં આવી હતી આ પાઇપલાઇન કેનાલના બદલે સીધી જ સાત ટાંકીની પાઇપલાઇનમાં જોડાણ કરાઈ હતી પરિણામે કોઈપણ પાવર સપ્‍લાય વગર વેરી તળાવનું પાણી પૂરતા ફોર્સ સાથે સાત ટાંકી સંપ સુધી પહોંચવા લાગ્‍યું હતું જેનું ટેસ્‍ટીંગ છેલ્લા ત્રણ માસથી થઈ રહ્યું હતું અને તેના ફલ સ્‍વરૂપ દાયકાઓ બાદ ગોંડલ નગરજનોને એકાંતર અડધો કલાક પાણી વિતરણ થઈ રહ્યું છે

(11:11 AM IST)