News of Tuesday, 18th June 2024
ધોરાજી સરકારી હોસ્પિટલમાં ફાયર એનઓસી હોવા છતા પાલિકાએ નોટીસ ફટકારી

ધોરાજીઃ તા. ૧૮: રાજકોટમાં બનેલ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા બહુમાળી ઇમારતો હોટલો, સ્કુલો, અને હોસ્પિટલમાં ફાયર એનઓસી અંગે તપાસ કર્યા બાદ તંત્ર દ્વારા નોટીસો અપાઇ પણ ધોરાજી ની સરકારી હોસ્પિટલ ખાતે કોઇપણ જાતની તપાસ કર્યા વિના ધોરાજી પાલિકા દ્વારા એનઓસી મેળવા અંગે નોટીસ ફટકારી હતી. સરકારી હોસ્પિટલના અધીકારી દ્વારા જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૪/૧/૨૧ એ ફાયર એનઓસી પૂરી થતા ૮/૧/૨૨ માં રીન્યુ કરેલ અને તે પણ પૂરી થતા ૮/૧/૨૫ સુધી રીન્યુ થયેલ છતા નગરપાલીકા તંત્ર દ્વારા કોઇપણ જાતની સ્થળ તપાસ કર્યા વિના નોટીસ આપેલ અને નોટીસમાં જણાવેલ કે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી એકટ ૨૦૧૩ હેઠળના દ્વારા ૨૦૧૪ ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફટી રેગ્યુલેશન ૨૦૧૬ તેમજ નેશનલ બિલ્ડીંગ કોર્ટ ૨૦૧૬ના પાર્ટ જ અને જી.ડી.સી.આર. ની જોગવાય અંતરગત પૂરતા પ્રમાણમાં અગની સામક સાધનો અને સુવિધા ઉપલ્બધ કરી ફાયર એનઓસી તથા બિલ્ડીંગ યુસેજ બીઓ પરમીશન લેવી જો એનઓસી નહી હોય તો કોઇ આગ અંગેની ઘટના બને તો જવાબદારી જેતે ની રહેશે અને ફોજદારી રાહે કાર્યવાહી કરાશે એવી નોટીસ પાલીકા એ સરકારી હોસ્પિટલને આપતા ફાયર એનઓસી હોવા છતા નોટીસ મળતા હોસ્પિટલના સતા વાળાઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ હતી.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
