<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

જામનગરની મોદી સ્‍કૂલમાં આગ લાગી : વિદ્યાર્થીઓનો બચાવ

ઇલેક્‍ટ્રિક પેનલ માં આગ લાગતા તાત્‍કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવતા આગ કાબુમાં કરી લેવાય જાનહાની અટકી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮:      જામનગરની મોદી સ્‍કૂલમાં આગ લાગતા દોડતા મચી ગઈ છે સમય સૂચકતા વાપરીને વિદ્યાર્થીઓને બહાર કાઢી દેતા મોટી જાનહાની અટકી છે.

        પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં આવેલ મોદી સ્‍કૂલમાં ઇલેક્‍ટ્રિક પેનલમા કોઈ કારણસર  આગ લાગી હતી.આગ લાગતા સ્‍કૂલના સ્‍ટાફ દ્વારા આગને કાબુમાં લેવાઇ હતી. અને આગ લાગતા સમય સૂચકતાથી સ્‍કૂલના વિધાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્‍યા હતા.

    આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામા આવી હતી.

હાલ આગ કાબુમાં આવતા તંત્ર અને સ્‍કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:59 PM IST)