News of Tuesday, 18th June 2024
પોરબંદરમાં વારંવાર વીજ ફોલ્ટ : પંકજભાઇ મજીઠિયા દ્વારા વીજતંત્રને ભારપૂર્વક રજૂઆત
ફરીયાદ વિભાગનો ફોન નંબરમાં કાયમી ‘નો રીપ્લાય' : લાઇટ વિના અસહય બફારામાં લોકો હેરાન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૮: શહેરમાં વરસાદી અસહય બફારામાં વીજ લાઇનમાં વારંવાર ફોલ્ટ પ્રશ્ને ધ્યાન અપાતુ ન હોય, આ બાબતે શહેર ભાજપના પ્રમુખ પંકજભાઇ મજીઠીયાએ પીજીવીસીએલ રાજકોટ કચેરીએ ભારપૂર્વક રજૂઆત કરીને વીજ ફોલ્ટની ફરીયાદ દૂર કરવા માગણી કરી છે.
એક મહીનાની અંદર પોરબંદર શહેરમાં વારંવાર વીજ વિક્ષેપ ફોલ્ટ ખુબ મોટી સંખ્યામાં બની રહેલ છે એવા સંજોગોમાં લગત જેતે ફીડર ડીવીઝન કચેરીના ફોન નંબર સતત વ્યસ્ત અથવા નો રીપ્લાય થાય છે અને સંજોગોવસાત આકસ્મિક રીતે ફોન લાગી જાય અને ફરિયાદ લખાવવામાં આવે તો આવી ફરિયાદનો નિકાલ કરવામાં તંત્ર દ્વારા ત્રણ કલાકથી લઇને દસ કલાક સુધીના લાંબો સમય ગાળો લેવામાં આવી રહેલ છે, હાલની આ ભયાનક ગરમીમાં લોકો તરફડી રહ્યા હોય ત્યારે પી.જી.વી.સી.એલના કર્મચારીઓ ભયંકર બેદરકારી દાખવીને લાપરવાહીપૂર્વક કામ કરી રહેલ છે. તેમાં પણ ઉદ્યોગનગર ડીવીઝનનુ કામ એકદમ ખરાબ છે તેમ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઇ મજીઠીયાએ વીજતંત્રને રજૂઆતમાં જણાવેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
