<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

કચ્‍છમાંથી ચરસના વધુ કરોડો રૂપિયાના ર૯ પેકેટ ઝડપાયા

જખૌ અને અબડાસા પંથકમાં બીએસએફ સહિત સુરક્ષા એજન્‍સીઓનું સફળ ઓપરેશન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ :.. છેલ્લા થોડા દિવસોથી ગુજરાત - સૌરાષ્‍ટ્ર-કચ્‍છના દરિયા કિનારેથી ચરસનો જથ્‍થો મળવાનો સીલસીલો યથાવત છે ગઇકાલે રાત્રીથી આજે સવાર સુધીમાં કચ્‍છમાંથી ચરસના વધુ ર૯ પેકેટે જપ્ત કરાયા છે. બીએસએફ સહિત સુરક્ષા એજન્‍સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કચ્‍છના જખૌ દરિયા કિનારેથી ચરસના ૧૯ પેકેટ બીએસએફની ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપી લીધા હતાં. આ ઉપરાંત જખૌ અને અબડાસામા પણ દરોડા પડીને કુલ ર૯ ચરસના પેકેટ ઝડપી લીધા છે.

ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્‍જ, ભુજ તથા સાગર બાગમાર ઇચાર્જ, પોલીસ અધિક્ષક પヘમિ-કચ્‍છ-ભુજનાઓએ પヘમિ કચ્‍છ-જીલ્લામાં થતી નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃતિને અટકાવવા અને ડ્રગ્‍સના રેકેટને તોડવા માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા અસરકારક અમલીકરણ પ્‍લાન બનાવેલ છે.

જે અનુસંધાને પヘિ કચ્‍છ-ભુજ જિલ્લાની એસ. ઓ. જી. શાખા તથા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનોના ઇન્‍ચાર્જશ્રીઓ દ્વારા તાબાના પોલીસ કર્મચારીઓ, સાગર રક્ષક દળના સભ્‍યો, ફિશરમેન વોચ ગ્રુપના સભ્‍યો વિગેરેને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી દરિયાઇ વિસ્‍તારમાં રાઉન્‍ડ ધ કલોક સઘન કોસ્‍ટલ પેટ્રોલીંગ રાખવામાં આવેલ જેથી નાર્કોટીકસના ઇલીગલ કન્‍સાઇન્‍મેન્‍ટને દરિયાકાંઠે લેન્‍ડ કરવામાં ડ્રગ્‍સ સ્‍મગ્‍લરોને સફળતા મળેલ નહીં અને તેઓની દેશવિરોધી મનસુબો નાકામિયાબ રહેલ અને તેઓએ નાર્કોટીકસનો અલગ-અલગ જથ્‍થો મધદરિયે ફેંકી દીધેલ હોય જેથી  એસ.ઓ. જી., તથા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનો દ્વારા નીચે દર્શાવેલ પત્રક મુજબ બિનવારસુ નાર્કોટીકસ પદાર્થનો જથ્‍થો શોધી કાઢવામાં આવેલ અને સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(7:43 PM IST)