News of Tuesday, 18th June 2024
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બન્ને શખ્સોના રિમાન્ડ માટે જુનાગઢ પોલીસની તજવીજ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બન્ને આરોપીના રિમાન્ડ માટે પોલીસે તજવીજ હાથ ધરાઇ છે.
જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં માર્ગદર્શન હેઠળ પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે. કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. ઇ. જે. જે. પટેલ તથા પો. સ. ઇ. ડી. કે. ઝાલા તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
દરમ્યાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. ડી. કે. ઝાલા તથા એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ તથા પો. હેડ કો. જિતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો. કો. ચેતનસિંહ સોલંકી, જગદીશભાઇ ભાટુ, જયેશભાઇ બાંભણીયા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, જુનાગઢ મતવાવાડમાં રહેતો એઝાઝ ઉર્ફે એજુ બ્લોચ તથા ફીરોજ ધોબી રહે. જુનાગઢ વાળાઓ પોતાના હવાલાની કાળા કલરની થાર ગાડીમાં ગે. કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરે છે અને તેની આ પ્રવૃતિ હાલ ચાલુ છે. તેઓ સોમનાથ તરફથી વંથલી બાજુ આવે છે. તેવી ચોકકસ હકિકત મળેલ હોય. જે હકિકત આધારે વંથલી થઇ ટોલ નાકા પહેલા લુશાળા ફાટકે વોચમાં રહેતા હકિકત વર્ણનવાળી કાળા કલરની થાર કાર આવતા ગોડી રોકાવવાનો ઇસારો કરતા રોકેલ નહી. અને કાર ચાલકે ગાડી ગાદોઇ તરફ જતા રસ્તે વળાવી પોતાના હવાલાની કાર ભગાવી મુકતા તાત્કાલીક કારનો પીછો કરતા ઉપરોકત કાર ચાલકે પોતાના હવાલાની કાર ગાદોઇ ગામથી ટીનમસ ગામમાં થઇ સીમ વિસ્તારમાં ભગાવેલ અને આગળ જતા એક દરગાહ પાસે પહોંચતા આગળ રસ્તો બંધ થઇ જતો હોય. જેથી કાર ચાલકે પોતાના હવાલાની કાર રોકી કારમાંથી બે ઇસમો નીચે ઉતરી દોડીને ખેતરોમાં ભાગતા તાત્કાલીક તેમનો દોડીને પીછો કરી બંને ઇસમોને પકડી આ કાર પાસે લાવી કારમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી બન્ને ઇસમોની ધોરણસર અટક કરી વંથલી પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૬૮ર૪૦ર૯પ-ર૦ર૪ પ્રોહી. ક. ૬પએઇ, ૯૮(ર), ૮૧ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
પોલીસે એઝાઝ ઉર્ફે એજુ સ-ઓ ફારૂકભાઇ બ્લોચ, મકરાણી મુસ્લીમ ઉ.૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ જેલ રોડ, મતવાવાડ ગલી, ફીરોઝ ઉર્ફે ધોબી સ-ઓ યુનુસભાઇ ખત્રી, મુસ્લીમ ઉ.ર૮ ધંધો, મજૂરી રહે. હુસેની પેલેસ નવાપરા લાઇન જેલ રોડ, જુનાગઢને ઝડપી લીધેલ છે. અરબાઝ મકરાણી રહે. ઉનાની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પો. ઇ. જે. જે. પટેલ તથા પો. સ. ઇ. ડી. કે. ઝાલા તથા એ. એસ. આઇ. નિકુલ એમ. પટેલ, તથા પો. હેડ કો. જિતેષ મારૂ, વનરાજસિંહ ચુડાસમા તથા પો. કો. ચેતનસિંહ સોલંકી, જગદીશભાઇ ભાટુ, જયેશભાઇ બાંભણીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
