News of Tuesday, 18th June 2024
કેશોદમાં ફિલ્મ ‘મહારાજ' સામે ભાગવતાચાર્ય ઉત્તમભાઇ સારસવત દ્વારા પોલીસ ફરિયાદ
ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિ અને વૈષ્ણવ સંપ્રદાયને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સામે રોષ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૮: નવલકથા ‘મહારાજ' અને તેના પરથી ફિલ્માંકન થયેલી મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કળતિ અને વૈષ્ણવ સંપ્રદાયને ઠેસ પહોંચે એવું કરવામાં આવેલ ફિલ્માંકન નો વૈષ્ણવ સંપ્રદાયમાં રોષ ભભૂકી ઉઠયો છે.
કેશોદ પોલીસ સ્ટેશનમાં પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા લેખિતમાં ફરિયાદ આપી મહારાજ નવલકથા ના લેખક સૌરભ શાહ પુસ્તક નું પ્રકાશન કરનાર આર આર શેઠ એન્ડ કંપની તેમજ નવલકથા પરથી ફિલ્મ બનાવનાર યશ રાજ ફિલ્મસ્ પ્રાઈવેટ લિમિટેડ અને ઓટીટી પ્લેટફોર્મ પર નેટફલીકસ પર અને ફિલ્મના નિર્માતા સિધ્ધાર્થ પ્રેમકળષ્ણન મલ્હોત્રા વિરુદ્ધ આઈપીસી એક્ટ ની કલમ ૧૫૩ એ, ૨૯૫એ, ૫૦૫(૨), ૩૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
બોલિવૂડ સ્ટાર આમીરખાન ના પુત્ર જુનૈદખાનને લોન્ચ કરી રીલીઝ થનારી ‘મહારાજ' ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઈને વિવાદાસ્પદ ટીપ્પણીઓ અને હિન્દુ સંસ્કળતિ ની લાગણીઓ ને ઠેસ પહોંચે એવું ફિલ્માંકન કરવામાં આવેલ છે જેનો વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ અને સનાતનીઓ મા રોષ ભભૂકી ઉઠયો છે અને ઠેરઠેર વિરોધ કર્યો છે.
‘મહારાજ'બદનક્ષી ના કેસમાં વર્ષ ૧૮૬૨ મા બોમ્બે ની સુપ્રીમ કોર્ટમાં અંગ્રેજ ન્યાયાધીશો દ્રારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકળષ્ણ ના ભક્તિ ગીતો,સ્ત્રોતો વિરુદ્ધ નિંદાકારક ટીપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો જેના આધાર પર બનાવવામાં આવેલ ફિલ્મ પ્રસારિત કરવામાં આવે તો સમાજમાં વર્ગવિગ્રહ થવાની સંભાવના હોય ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત સહિત વૈષ્ણવો દ્વારા કરવામાં આવી છે. નામદાર હાઈકોર્ટ દ્વારા હાલ મહારાજ ફિલ્મ રીલીઝ થતી અટકાવી મનાઈહુકમ આપ્યો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
