News of Tuesday, 18th June 2024
છોકરીને ભગાડી જવાના મનદુઃખના કારણે ખાંભાના મોટા સરાકડીયામાં બે પરિવારજનો વચ્ચે ધિંગાણુ
પાઈપ, લાકડી, કુહાડીની મુંધરાટી મારમારી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૮ : ખાંભા તાલુકાના મોટા સરાકડીયા ગામે અશોકભાઈ ભીખાભાઈ ચાવડા ઉ.વ.૩૨ તથા આરોપીઓ સંબંધી થતા હોય. પરેશ માધાભાઈ ચાવડાઍ અશોકભાઈની ભાણેજને ભગાડી ગયેલ ત્યારે માથાકુટ થયેલ હોય જેથી શાંતિપુર્વક વાતચીત કરવા બન્ને પક્ષોભેગા થયેલહોય.
આરોપી માધા ભીખાભાઈ ચાવડાને સારૂ નહીં લાગતા ભીખાભાઈને માથામાં પાઇપ વડે મારમારી ઇજા કરી બાલા માધાભાઈ ચાવડાઍ ફાયબર પાઈપ વડે ડાબા હાથે કોણીના ભાગે મારમારી ફેક્ચર કરી પરેશ માધાભાઈ, બોડા માઘાભાઈ ચાવડાઍ ગાળો બોલી ધમકી આપી ઍકબીજાએ મદદગારી ગુનો કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જયારે સામાપક્ષે પરેશભાઈ માધાભાઈ ચાવડાના ફુઈના દિકરા રાકેશ માણસુરભાઈને છોકરી ભગાડવા પ્રશ્ને અગાઉ બોલાચાલી થયેલ હોય. જે અંગે પરેશભાઈ તથા તેમના ભાઈઓ અને પિતા ભીખા નાથાભાઇ ચાવડાના ઘરે સમાધાન માટે ગયેલ ત્યારે સમાધાન થયેલ નહીં અને ભીખા નાથાભાઈઍ ગાળો બોલી મુંઢ મારમારી માધાભાઇ ચાવડાને ડાબા હાથે લાકડી વડે માર મારી ઈજા કરી માણસુર દોલાભાઈ પરમારઍ ગાળો બોલી ધમકી આપેલ, પરેશભાઈ તથા અન્ય ત્યાંથી જતાં રહેલ તે દરમિયાન રસ્તામાં પાછળથી અશોક ભીખાભાઇ ચાવડા આવીને પરેશભાઈને માથાના ભાગે કુહાડીની મુંધરાટીનો ઍક ઘા મારી ઈજા કરી ભોજા ભીખાભાઈ ચાવડાઍ ગાળો બોલી મુંઢ મારમારી ધમકી આપી ઍકબીજાઍ મદદગારી કરી ગુનો કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
