News of Tuesday, 18th June 2024
અમરેલી જીલ્લામાં ૧૨ જગ્યાએ જુગારના દરોડા : ૧૦ મહિલા સહિત ૭૫ ઝડપાયા
પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ ૧.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૩ : અમરેલી જિલ્લામાં તહેવારીયા જુગાર ઉપર ત્રાટકવા માટે પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાંજુદા જુદા ૧ ૨ સ્થળોઍ પોલીસે જુગારનાદરોડાઓ પાડી ૭ મહિલાઓ સહિત ૭પ શકુનીઓને રોકડ રૂ. ૧,૩૪, ૬૪૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.
ધારીના સોઢાપરા ગામે જાહેરમાં જુગાર રમતા ભરત છનાભાઈ બૈગામા, ભુપત કરશનભાઈ સુરેલા, લખ મણ રવજીભાઈ ખીમાણીયા, અમરૂદડુભાઈ જેબલીયા, ભાવેશહરિભાઈ લુલાણી સહિત ૧૧શખ્સોને પો.કોન્સ. અનકભાઈ મોભે રોકડ રૂ. ૧૨, ૨૩૦ સાથે તેમજ બાબરા તાલુકાના કીડી ગામે પ્રવિણ ભગવાનભાઈ માવળીયા, ઉમેદ બાબુભાઈ ધાધલ, સુરેશ બાબુભાઈ ગેલાણી સહિત ૫ શખ્સોને લોકરક્ષક રાજુભાઈ ભુકણે રોકડ રૂ. ૧૦,૧૮૦ સાથે અને સાવરકુંડલાના સુરજવડી બાઢડા ગામે પીકઅપ બસ સ્ટેશન પાછળ જાહેર જગ્યામાં બતીના અજવાળે જુગાર રમતા પરેશ કાળુભાઈ ચુડાસમા, જગદિશ ગુણાભાઈ માંગુકીયા, મંગળુ નનુભાઈ ચુડાસમા, હસુ લાલજીભાઈ ચુડાસમા સહિત ૭ શખ્સોને રમેશભાઈ મારૂઍ રોકડ રૂ. ૧૨, ૫૩૦ સાથે તેમજ સાવરકુંડલાના ભુવા ગામે સુરેશ પરશોતમભાઇ સાથળા સહિત ૩ શખ્સોને પો. કોન્સ. શિવરાજભાઈ સાભાળે રોકડ રૂ. ૧૦,૫૫૦ સાથે, નાગે શ્રીના કોળીકંથારીયા સરોવડા ગામની સીમ વચ્ચે રોડના કાંઠે મુકેશધીરૂભાઈ વાઘેલા, કિરણ દેવશીભાઈ સરવૈયા, વનરાજ સુરગભાઈ બોરીચા સહિત ૬ શખ્સોને પો.કોન્સ. મનિષભાઈ દિહોરાઍ રોકડ રૂ. ૧૪,૦૨૦ સાથે
લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે સ્વામિ નારાયણ મંદિર નજીક વિપુલ ચંદુભાઈ ચૌહાણ, દેવદાસ થોહાભાઈ મેળગીયા, ધનશ્યામ ધોહાભાઈ મેળગીયા, ગૌમત ચંદુભાઈ ચૌહાણ, નિલેશ અલ્પેશભાઈ ચૌહાણ, ભગત આતુભાઈ મેળગીયા સહિત ૧૦ શખ્સોને પો. કોન્સ. સુનિલસિંહ રાઠોડે રોકડ રૂ. ૧૨, ૨૭૦ સાથે, અમરેલી તાલુકાના ચિતલ ગામે પટેલવાડી નાકા પાસે જાહેરમાં બતીના અજવાળે હારજીતનો જુગાર રમતા દિલીપ ગોબરભાઈ પાનેલીયા, જયસુખ ગોરધનભાઈ લીંબાસીયાને હે. કોન્સ. હરેશભાઈ વાણીયાઍ રોકડ રૂ. ૧૪,૮૦૦ સાથે, અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે પ્રાથમિક શાળા પાસે નરેશ રામજીભાઈ ખેદરા, મુકેશ મગનભાઈ રાઠોડ સહિત ૪ શખ્સોને પો. કોન્સ.અક્ષરાજસિંહ ગોહિલે રોકડ રૂ. ૩૭૦૦ સાથે, અમરેલી તાલુકાના રોકડીયાપરામાં કમળાબેન બાલુભાઈ નગવાડીયા, દયાર્બન ધનશ્યામભાઈ સગર, હંસાબેન ધર્મેશભાઈ જાદવ, મનિષાબેન વિરલભાઈ મકવાણા, કાજલબેન કમલેશભાઈ પવાર, અસ્મિતાબેન અશોકભાઈ જીંજરીયા સહિત ૧૦ મહિલાઓને વુમન પો. કોન્સ. ટીકુબેન ચાવડાઍ રોકડ રૂ. ૩૯૯૦ સાથે,
અમરેલી બહારપરા મચ્છો માતાના મંદિર પાછળ રવિ જગદિશભાઈ જેઠવા, સુનિલ જયંતિભાઈ પરમાર, અભય છાતાભાઈ પરમાર, અર્જુન વિજયભાઇ સમાણવા સહિત ૭શખ્સોને પો. કોન્સ. વનજરા ભાઈ માંજરીયાઍ રોકડ રૂ. ૨૬૦૦ સાથે, સાવરકુંડલા તાલુકાના દાધીના ગામે જયદિપ ઉર્ફે જયરાજ જયંતિભાઈ ડોળાસીયા, હરિજીવાભાઈ પરમાર સહિત ૪ શખ્સોને પો. કોન્સ. ભાવેશભાઈ ગઢવીઍ રોકડ રૂ. ૨૧,૯૪૦ સાથે
સાવરકુંડલાના ખોડી ગામ જવા જુના કેડે ભોળાભાઈ કોળીની વાડી સામે આવેલ નહેરામાં ખુલ્લી જગ્યામાં હિતેષ ધીરૂભાઈ રાણાવાડીયા, નનુ કાળુભાઈ ડાભી સહિત ૪ શખ્સોને પો. કોન્સ. જયપાલસિંહ ગોહિલે રોકડ રૂ. ૧૫,૭૩૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
