<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

અમરેલી પંથકમાં અવિરત વરસાદી માહોલ :ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો :દેવભૂમિ દેવળીયામાં નદીમાં પૂર

અમરેલીના ચક્કરગઢ, દેવભૂમિ દેવળીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો

અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે પણ અમરેલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે દેવભૂમિ દેવળીયામાં નદીમાં પૂર આવ્યું હતું.

  સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો કેટલી જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહયો છે

અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટા બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલીના ચક્કરગઢ, દેવભૂમિ દેવળીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલેદેવભૂમિ દેવળીયાની નદીમાં પૂર આવ્યું છે.

(7:42 PM IST)