News of Tuesday, 18th June 2024
ભાવનગર જિલ્લાના સિહોર ગારીયાધાર પાલીતાણા અને મહુવા પંથકમાં વરસાદ
ભીમ અગિયારસના દિવસે ભાવનગર જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ

ભાવનગર :ગોહિલવાડ પંથકમાં આજે ભીમ અગિયારસના પાવન પર્વના દિવસે જિલ્લાના ચાર તાલુકામાં મેઘરાજાનું આગમન થયું હતું. શિહોર ,ગારીયાધાર ,પાલીતાણા અને મહુવા પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે.
આજે ભીમ અગિયારસના દિવસે ભાવનગર જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જિલ્લાના સિહોર ગારીયાધાર પાલીતાણા અને મહુવા પંથકમાં આજે સાંજે અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગરના પાલીતાણામાં 11 મી.મી. ગારીયાધારમાં 4 મી.મી. અને સિહોરમાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવાના બગદાણા ,મોણપર ,કરમદીયા અને દેવગડા તથા આજુબાજુના ગામોમાં સાંજે છૂટો છવાયો વરસાદ પડ્યા ના અહેવાલો પ્રાપ્ત થયા છે.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહેવા પામ્યું હતું .જ્યારે પવનની ઝડપ 18 કી.મી. પ્રતિ કલાક ની રહી હતી.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
