News of Tuesday, 18th June 2024
રાલ્દા ગામના બસ સ્ટેશન પાસે ત્રિપલ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત, બે ને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના રાલદા ગામના બસ સ્ટેશન પાસે થયેલા ત્રીપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બે ને ઈજાઓ થઈ હતી
મળતી માહિતી અનુસાર રમણભાઈ દલસુખભાઈ રોહીત( રહે સોલીયા નિશાળ ફળીયુ તા-ડેડીયાપાડા જી-નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ રાલદા ગામના બસ સ્ટેશન પાસે એક આઈસર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર તથા ચાલકનુ નામ ખબર નથી તેણે પોતાના કબજામાનુ વાહન પુર ઝડપે હંકારી લાવી રમણભાઈ ના દીકરા જયદીપભાઈ ની મોટર સાઈકલ તથા રીક્ષાને એસ્કિડન્ટ કરતા રીક્ષા નંબર GJ-16-AT-2301 મા સવાર શ્વેતા બેન રણજીતભાઈ વસાવા રહે. જુના પુન ગામ તા-અંકલેશ્વર જી-ભરૂચ નાઓને ખભાના ભાગે ઈજાઓ પહોંચાડી તથા મોટર સાઈકલ નંબર GJ-22-M-3279 ના ચાલક જયદીપભાઈ ને જમણા હાથના ભાગે તથા જમણા પગના તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા મો.સા પાછળ બેસનાર સાહીલભાઈ ને જમણા પગના ભાગે ફેકચર તથા માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ટેમ્પો લઈ નાશી જઈ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે આઇસર ટેમ્પો ના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
