તા. ૧૪ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૨ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
ઉનાની કણકબરડા સીમમાં દારૂની ૩૦૪ બોટલો સાથે ર શખ્સો ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૯: કણકબરડા સીમમાં ઇગ્લીંશ દારૂની ૩૦૪ સીલપેક બોટલો સાથે પોલીસે જીતેશ જયસુખભાઇ તથા જગુ ધીરૂભાઇને પકડીને બન્ને સામે ગુન્હો નોંધ્યા છે.
ઊના ના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન રાણા ની સૂચના થી સર્વેલન્સ સકવોડ ના પી.એસ.આઇ. આર.પી. જાદવ,એ.એસ. આઇ. ધર્મેન્દ્ર સિહ પરમાર, જોરુભા મકવાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ નાનજી ભાઈ ચારણિયા, શાંતિલાલ સોલંકી, હરપાલ સિહ ચુડાસમા, વિજય ભાઈ ચોહાણ, વિજયભાઈ રામ, અનિલભાઈ જાદવ, રાહુલ ભાઈ છેલના પેટ્રોલિંગ માં હતા ત્યારે તેમને બાતમી મળતાં ઊના તાલુકાના કાણકબરડા ગામ ની સીમ માં આવેલ સામતેર ગામ ના નિલેશ જયસુખ ભાઈ ગોસ્વામી ની વાડી મા દારૂ નો મોટો જથ્થો હોવાની બાતમી આધારે રેડ કરતા નિલેશ જયસુખ ભાઈ ગોસ્વામી અને જગુ ભાઈ ધીરુભાઈ ખસિયા રે. ઉમેજ તા. ઊના વાળા ના કબજા મા વાડી મા રાખેલ પર પ્રાંત ની ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની બોટલો નગ ૩૦૫ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧લાખ ૧૬૮૦/ની કિંમત નો મુદામાલ કબજે કરી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.આ ગુના મા નવલસિહ ઘેલુભાવાળા રે. ઉમેજ તા. ઊના પણ સંડોવાયેલ હોય તેનું નામ આરોપી તરીકે નોંધી પકડવા તજવીજ શરૂ કરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
