તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 19th June 2024
શાપરના રાહુલની એક પત્નિ ભાગી ગઇ, બીજી સાથે ઝઘડો થતાં ઝેર પીધું
મુળ વતન નાજાપુર ગામે જઇ પગલુ ભર્યુઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૯: શાપરના બુધ્ધનગરમાં રહેતાં રાહુલ ગોરધનભાઇ ગોહેલ (ઉ.વ.૨૩) નામના યુવાને પોતાના મુળ વતન કુંકાવાવના નાજાપુર ગામે જઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટે કુંકાવાવ, ત્યાંથી ગોંડલ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.રાહુલ બે ભાઇમાં મોટો છે અને ડ્રાઇવીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતાએ જણાવ્યું હતું કે રાહુલે અગાઉ લવમેરેજ કર્યા હતાં. પણ આ પત્નિ તેને મુકીને આઠેક મહિના પહેલા જતી રહી હતી. ત્યારબાદ તેણીને કોઇ બીજી મહિલા સાથે પ્રેમ થતાં બંને સાથે રહેતાં હતાં. ગઇકાલે રાહુલ પોતે વતના નાજાપુર ગામે ચુંટણી કાર્ડને લગતાં કામ માટે જાય છે તેમ કહીને ગયો હતો. બાદમાં રાતે ત્યાં પોતે ઝેર પી ગયો છે તેવી જાણ કરતાં હું ત્યાં ગયો હતો અને દવાખાને ખસેડયો હતો. બીજી ઘરવાળી સાથે માથાકુટ થતાં આ પગલુ ભર્યાનું તેણે રટણ કર્યુ હતું. તે અર્ધબેભાન હોઇ વધુ વિગતો બહાર આવી નથી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે વડીયા પોલીસને જાણ કરી હતી
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
