<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

જૂનાગઢ જિલ્લામાં ૬૮૫ થી વધુ યોગીભાઈ બહેનોએ ભાગ લીધો

 

જૂનાગઢ તા.૧૯: આગામી તારીખ ૨૧ જૂનના રોજ સમગ્ર રાજય સહિત જૂનાગઢ જિલ્લામાં  વિશ્વ યોગ દિનની ઉજવણી નો આયોજન કરાયું  છે. જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના યોગ પ્રત્યે નાગરિક જાગૃત બને અને વધુમાં  વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં  અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં  વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમનું  સુધરત આયોજન ગુજરાત રાજય યોગ બોર્ડ ગાં ધીનગર અને જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તં ત્રના સં યુકત ઉપક્રમે કરાયું  હતું .

કાલરીયા સ્કૂલ મોતીબાગના પટાં ગણમાં  યોગ પ્રોટોકોલ શિબિરનું  આયોજન કરાયું  હતું  જેમાં  જિલ્લાના તમામ યોગ કોચ યોગ ટ્રેનરો અને યોગ સાધકો કુલ મળી ૬૮૫ ભાઈ-બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેને કોઓર્ડીનેટર શ્રી અનિલ ત્રિવેદી એ યોગ પ્રોટોકોલ નું  પ્રશિક્ષણ આપ્યું  હતું .

જિલ્લા કોઓર્ડીનેટર શ્રી ચેતનાબેન ગજેરા એ શરૂઆતમાં  પ્રાર્થના અને જૂનાગઢ જિલ્લાના બધા ટ્રેનોરો-યોગ કોચને અભિનં દન થી શરૂ કરી પ્રોગ્રામ ખુલ્લો મુકયો હતો. તેમજ રેણુબેન શુકલા એ મોદી સાહેબે વિત મં ત્રાલય સ્થાપિત અને ગુજરાત રાજય યોગ બોર્ડની સ્થાપના તેમની કાર્યપદ્ઘતિ  ખૂબ જ સારી વર્ણવી હતી અને ટ્રેનરો તરીકે ખૂબ આગળ વધો તેવું  આહવાન કર્યું  હતું.

(12:50 PM IST)