તા. ૧ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૫ ગુરૂવાર
News of Wednesday, 19th June 2024
જામનગર પાસે કાર હડફેટે એકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯ : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દામોદરન ચંદનભાઈ ઉ.વ.૬પ, રે. એરીયા ઈચકટ હાઉસ, વટપોઈલ ગામ, પેરોલ વિલેજ નિલેશ્વર શહેર, તા.હોઉસદુર્ગ, જિ. કાસરગોડ, રાજય : કેરલાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, બલેનો ફોર વીલ ગાડી જેના રજી.નં.કે.એલ.૦૬-૩૬૬પ નો ચાલક મીથુને પોતાના મીત્ર સુદીપનીને બલેનો ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવી કુતરુ વચ્ચે આવતા ગાડીને પલ્ટી ખવડાવી પોતાના શરીર ઈજા કરી તથા તેના મીત્ર વિષ્ણુને શરીરે સાદી ઈજા કરી તેમજ ફરીયાદી દામોદરનના દિકરા ઉન્નીને સ્પાઈનમાં ગંભીર ઈજા કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.
ચોરબેડી ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ.શકિતસિંહ કારૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ચોરબેડી ગામે થી ચોરબેડી પ્રાથમીક શાળા પાછળ બાવળની ઝાડીમાં આરોપીઓ અલ્પેશભાઈ રાયશીભાઈ વસરા, પ્રકાશભાઈ નાગજીભાઈ મકવાણા, વિપુલભાઈ ગગુભાઈ વસરા, દેવશીભાઈ ગોવિંદભાઈ ગાગીયા, પરેશભાઈ મેરામણભાઈ વસરા એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦ર૯૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
અપમાનીત કરી માર માર્યાની રાવ
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રફુલભાઈ કિશોરભાઈ પરમાર, ઉ.વ.ર૪, રે. ધરારનગર-૧, વૈશાલીનગર શેરી નં.૧, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રામેશ્વરનગર, મોમાઈ હોટલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પ્રફુલભાઈ મોમાઈ હોટલે ચા પીવા બેઠા હોય ત્યારે આરોપી પ્રવિણભાઈ બેલા ફરીયાદી પ્રફુલભાઈને તથા ફરીયાદી પ્રફુલભાઈના સમાજ વિશે અપશબ્દ ગાળો બોલતા હોય ફરીયાદી પ્રફુલભાઈએ આવુ બોલવાની ના પાડતા ફરીયાદી પ્રફુલભાઈને જાતીપ્રત્યે અપમાનીત કરી વાળ પકડી દિવાલમાં પછાડી ઝાપટ મારી માર મારી ગુનો કરેલ છે.
ફોન પર પૈસાની ઉઘરાણી કરતા
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ અરવિંદકુમાર પોપટ, ઉ.વ.૪૭, રે. પટેલ કોલોની શેરી નં.૬, રોડ નં.૧ પોપટ મેન્શન મકાન વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી નિલેશભાઈ પોતાની દુકાને હાજર હતા તે દરમ્યાન આરોપી કરશનભાઈ સવદાસભાઈ બડીયાવદ્રાએ ફોન કરી કહેલ કે મારૂ સ્ટેટસ શુ કામ રાખેલ છે જેથી ફરીયાદી નિલેશભાઈ તેન બાકી માલના પૈસા માંગતા આરોપી કરશનભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી નિલેશભાઈને જેમફાવે તેમ ગાળો આપતા ફરીયાદી નિલેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી કરશનભઈએ ફરીયાદી નિલેશભાઈને કહેલ કે હવે પછી પૈસાની ઉઘરાણી કરીશ તો તને જાનથી મારી નાખશી તેમ ધમકી આપી ગુનો કરેલ છે.
હરીયા કોલેજ પાસે જુગટુ રમતી ૧૦ મહિલા સહિત ૧૧ ઝડપાયા
જામનગર એલ.સી.બી.ના કે..આર. પરમારએ તા. ૧૮ ના રોજ હરીયા કોલેજ પાસે આવેલ જી.આઈ.ડી.સી. એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા હિતેન પ્રભાુભાઈ બ્રાહમણ, નયનાબેન નિતીનભાઈ ગોંડલીયા, મમતાબેન દિપકભાઈ ગોવાણી, જોસનાબેન મિતેશભાઈ પટેલ, ગીતાબેન ભગવાનજીભાઈ પિત્રોડા, રેખાબેન ભગવાનજીભાઈ ચૌહાણ, હંસાબેન દિપકભાઈ ગોવાણી, લીલાબેન ધીરૂભાઈ ઠકકર, શોભનાબેન ભરતસિંહ વાઢેર, કોકીલાબેન અરવિંદભાઈ કટેશીયા, જયશ્રીબેન ભીખુભાઈ જોષીને રેઈડ દરમ્યાન રોકડ રૂા.ર૪પ૦૦ સાથે ઝડપી પાડયા હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
