<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કલ્યાણપુરના મેવાસા ગામે નદીમાં ત્રણ લોકો ડૂબ્યા : એકનો મૃતદેહ મળ્યો : એકની ગંભીર : અન્ય એકની શોધખોળ ચાલુ

108ને જાણ થતા સંજયભાઈ આહીરની ટીમ ઘટના સ્થળે પહોંચી: વિશેષ તપાસ સાથે બચાવ કામગીરી શરૂ

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે નદીમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા એક વ્યક્તિની ડેડ બોડી બહાર કાઢવામાં આવી એક વ્યક્તિ ગંભિર સ્થિતિમાં બહાર આવ્યો છે અને એક વ્યક્તિ હજી પાણીમાં ડૂબેલો છે 108 ને બનાવની જાણ થતા સંજયભાઈ આહીરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વિશેષ તપાસ સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

(6:27 PM IST)