<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

ભાવનગર શહેરમાં વરસાદનું ઝાપટું વરસી ગયું

ઘોઘા સર્કલ મહિલા કોલેજ સર્કલ ગાયત્રીનગર ઘોઘા રોડ વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું

ભાવનગર શહેરમાં આજે બપોરે વરસાદનું ઝાપટું વરસી ગયું હતું જોકે શહેરના અમુક વિસ્તારોમાં જ વરસાદ પડ્યો હતો જ્યારે અડધા શહેરમાં વરસાદ પડ્યો ન હતો.
    ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી વાદળો બંધાય છે પરંતુ મેઘરાજા વરસતા નથી. દરમિયાન આજે બપોરે શહેરના ઘોઘા સર્કલ મહિલા કોલેજ સર્કલ ગાયત્રીનગર ઘોઘા રોડ વગેરે વિસ્તારોમાં વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હતો. વરસાદનું ઝાપટું વરસતા શહેરીજનોમાં વરસાદ પડવાની આશા બંધાઈ હતી પરંતુ મેઘરાજા મને મૂકીને વરસ્યા ન હતા.
આજે ભાવનગર શહેરમાં 7.2 ની વરસાદ  નોંધાયો છે.
ભાવનગરમાં આજે મહત્તમ તાપમાન 36.7ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 61 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 30 કિ.મી . પ્રતિ કલાકની રહી હતી

(6:29 PM IST)