News of Thursday, 20th June 2024
સાવરકુંડલાના બાયપાસ નજીક ૫ કરોડના ખર્ચે અમૃત સરોવર સાકાર થશે

સાવરકુંડલા,તા.૨૦ : શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર સ્થળ જાહેર જનતા બાગ સિવાય અન્ય કોઇ સ્થળ ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે ફરવા કયા જવું તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે અહી નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી મેલડી મંદિર નજીક ભેસાણ ડેમ સાઈટ પર ૫ કરોડના ખર્ચે અમૃત સરોવર બનાવવા માટે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને સાવરકુંડલા/ લીલીયા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદહસ્તે ખાત મહૂર્ત કરવામાં આવેલ હતું.
અમરેલી જિલ્લાભર માં નમૂનારૂપ બનવા જઈ રહેલું અમૃત સરોવર નિહાળવા જિલ્લાભર ના લોકો આવે તેવું અદભુત અમૃત સરોવર નું ૫ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે જેનુ ખાત મુર્હૂત સાંસદ સુતરીયા અને ધારાસભ્ય કસવાળાએ કરી વધુ એક વિકાસની ભેટ સાવરકુંડલા શહેર તાલુકાની જનતા ને આપી હોવાની પ્રતીતિ શહેરીજનોને કરાવી હતી.
ખાતમુહર્ત પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ નગરપાલિકા હોદ્દેદારશ્રીઓ, ચેરમેનો, સદસ્યો, જિલ્લા ભાજપ હોદ્દેદારો, શહેર ભાજપ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત હોદ્દેદારો, સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
