<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ટંકારાના ઓટાળા ગામે હલણ પ્રશ્ને ખેડુત પરિવાર ઉપર વાછકપરના સરપંચ સહિત ૭નો ખુની હુમલો

તસ્વીરમાં ખૂની હુમલામાં ઘવાયેલા હોસ્પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.

(જયેશ ભટ્ટાસણા) ટંકારા તા. ર૪: ટંકારાના ઓટાળા ગામે ખેતરના હલણ પ્રશ્ને ખેડૂત પરિવાર ઉપર વાછકપરના સરપંચ સહિત સાત અજાણ્યા શખ્સો એ ખૂની હુમલો કરી કેળે ટાંગેલી ફટાકડી દેખાડી ભડાકે દેવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ છે.મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે ખેતિની જમીન માં જવાના હલણ બાબતે બબાલ થતા ટંકારા મામલતદાર કચેરી ખાતે કેસ દાખલ કર્યો હતો અને આ બાબતે વાછકપરના સરપંચ રોહિત ફાંગલિયા સહિતના ને સારૂ ન લાગતા બાજુનું ખેતર ધરાવતા  નરભેરામભાઇ છગનભાઇ ઘોડાસરા, નિકુંજભાઈ નરભેરામભાઇ ઘોડાસરા, કાનજીભાઈ છગનભાઇ ઘોડાસરા અને વિશાલભાઈ કાનજીભાઈ ઘોડાસરાને ગઈ કાલે રોહિતભાઈ ભરવાડ નામના શખ્સે અન્ય અજાણ્યા ૭ જેટલા માણસો સાથે એક સંપ કરી ખેતરના હલણના પ્રશ્ને ધોકા-પાઇપ સહિતના હથિયારો વડે ખૂની હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ચારેય ઇજાગ્રસ્ત કરી કેળે ટાંગેલી બંધુક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈ. પી. કો. કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૩,૩ ૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા જઈ. પી. એકટ ૧૩૫ અને આર્મસ એકટ કલમ ૩૦ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હાલે આરોપી ને ઝડપી લેવા ટંકારા પ્રોબેસનલ ડિ. વાય. એસ. પી. એન. કે. પટેલ ચક્રો ગતિમાન કર્યા છ.

(12:04 PM IST)