<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામનગરના મુરલીધર નગર પાસે વરસાદી સીઝન શરૂ થતા જ વીજ તંત્રના વાકે શોક સર્કિટથી ગાયનું મૃત્યુ

જામનગર::જામનગરના મુરલીધર નગર પાસે વરસાદી સીઝન શરૂ થતા જ વીજ તંત્રના વાકે શોક સર્કિટથી ગાયનું મૃત્યુ નીપજ્યું છે. ખુલ્લા વાયરો અને ફ્યુઝ બોર્ડના કારણે આસપાસમાં ગંદકી જામેલ હતી જ્યાં શોર્ટ સર્કિટ થતા જ વરસાદી માહોલમાં ગાયનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી ના કારણે ગાયનું મૃત્યુ નીપજતા તંત્ર વાહકો પર ફિટકાર વરસી રહ્યો છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:30 PM IST)