News of Monday, 24th June 2024
બગવદરની વીજ ફોલ્ટની સમસ્યા કાયમી દુર થશે
અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં નવા કોટેડ વીજ વાયરો લગાવવાની કામગીરીનો પ્રારંભ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતીમાં બગવદર સબડિવિઝન હેઠળ જયોતિગ્રામ યોજનાના વીજ વાયરો બદલી નવા કોટેડ વાયરો લગાવવાના કામનો કિંદરખેડા ગામથી પ્રારંભ થયો છે. તમામ ગામોમાં ૧૧.૪૫ કરોડના ૧૧ કે.વી.ની ૧૪૫ કી.મી. લાંબી તમામ વીજ લાઇનોના વાયરો બદલીને નવા કોટેડ વાયરો લગાવાશે.
આગામી ર મહિનાની અંદર વીજ વાયરો બદલવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે. જેના કારણે આ વિસ્તારમાં વિજ ફોલ્ટની સમસ્યા દુર થશે. તેમ અર્જુનભાઇ જણાવેલ.
અર્જુનભાઇએ ખેડુત ભાઇઓ અને ગ્રામજનોને વિનંતી કરી છે કે પ્રધાનમંત્રી સુર્યોદય યોજના હેઠળ ફોર્મ અચુક ભરે અને પોતાના ખેતરમાં કે ઘર ઉપર સોૈર ઉર્જા પેનલ લગાવી આ યોજનાનો લાભ અચુક પ્રાપ્ત કરે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
