<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો: ખેતરોમાં અને રસ્તાઓમાં પાણી ભરાયા

વહેલી સવારથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ :લાલપુર અને કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ

જામનગર જિલ્લાના લાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી ગામના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના 6થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જોઇએ તો જામનગર જિલ્લામાં લાલપુરમાં 65 મિ.મી., જામનગરમાં 14, જામજોધપુરમાં 9, જોડિયામાં 3 મિ.મી જેટલો વરસાદ વરસ્યો હતો

  આજે વહેલી સવારથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. લાલપુર અને કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાલપુરમાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

(12:47 PM IST)